ગેઝર કેલેન્ડર
From Wikipedia, the free encyclopedia
ગેઝર કેલેન્ડર એ જેરુસલેમથી ૨૦ માઇલ દૂર ગેઝર શહેરમાં મળેલો લખાણ ધરાવતો લાઇમસ્ટોનનો નાનો પથ્થર છે. તે ઇસ પૂર્વે ૧૦મી સદીનો ગણાય છે, તેમ છતાં તેનું ખોદકામ યોગ્ય પુરાતત્ત્વની દ્રષ્ટિએ ન થયેલ હોવાથી તેનો મૂળ સમય અચોક્કસ ગણાય છે.[1]
આ પથ્થર અંગે વિદ્વાનોમાં મતભેદ છે કે તે ફોનેશિયન છે કે પેલો-હિબ્રુ લિપી છે.[2][3][4][5][6]
હાલમાં તે ઈસ્તંબુલ આર્કિઓલોજી મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ છે.[7]