મિકેનિકલ એન્જિનિયરિંગ
ઇજનેરીની એક શાખા / From Wikipedia, the free encyclopedia
મિકેનિકલ એન્જિનિયરિંગ (યાંત્રિક ઇજનેરી) એ ઇજનેરી વિદ્યાની એક શાખા છે. જેમાં ભૌતિકવિજ્ઞાન, ઇજનેરી ગણિત અને ધાતુવિદ્યા જેવા વિષયોના સિદ્ધાંતો નો ઉપયોગ કરીને યંત્રો વિકસાવવા, બનાવવા તથા જાળવવામા આવે છે. ઇજ્નેરીની જૂનામાં જૂની શાખાઓમાં યાંત્રિક ઇજનેરીનો સમાવેશ થાય છે. યાંત્રિક ઇજનેરીને સૌથી વધુ વ્યાપ ધરાવતી ઇજનેરી શાખા ગણવામાં આવે છે. યાંત્રિક ઇજ્નેરીની શાખામાં ડાયનેમિક્સ (ગતિશાસ્ત્ર), થર્મોડાયનેમિક્સ (ઉષ્માગતિશાસ્ત્ર), મટીરીયલ સાયન્સ (ધાતુવિજ્ઞાન), સ્ટ્રક્ચર એનાલિસિસ (માળખાકીય વિશ્લેષણ), તરલનું મિકેનિક્સ (તરલનું ગતિશાસ્ત્ર), ચાકગતિ વગેરે વિષયોની સમજણ હોવી જરૂરી છે.