મિરિક તળાવ
From Wikipedia, the free encyclopedia
મિરિક તળાવ અથવા સુમેન્દુ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ ગિરિમથક મિરિક ખાતે આવેલ એક જળાશય છે[1]. તે ૧.૨૫ કિલોમીટર લંબાઈ ધરાવે છે[2]. આ તળાવ ખાતે આવેલ ૮૦ ફૂટ લાંબો કમાન પદસેતુ (પુલ) આવેલ છે, જેને ઇન્દ્રેણી પુલ પણ કહેવાય છે[3].