રમત-ગમત
From Wikipedia, the free encyclopedia
રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે, જે માટે નિષ્ઠા અને નિષ્પક્ષ રમત જરૂરી છે. તેનું સંચાલન નિયમો કે રિવાજોના સેટ દ્વારા થાય છે. રમત-ગમતમાં પરિણામ નક્કી કરાય ત્યારે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય મહત્વનાં પરિબળો હોય છે (જીતવું કે હારવું). શારીરિક પ્રવૃત્તિમાં લોકો, પ્રાણીઓ અને/અથવા બોલ તેમજ યંત્રો જેવા વિવિધ પદાર્થોની હલન-ચલનનો સમાવેશ થાય છે. એથી વિરુદ્ધ, કાર્ડ રમતો અને બોર્ડ રમતો જેવી રમતોમાં, જો કે તેને મગજની રમત-ગમતો કહી શકાય તેમ છતાં, તેમાં માત્ર માનસિક કૌશલ્ય જરૂરી છે. જોગીંગ તથા ખડક-આરોહણ જેવી બિન-સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓને સામાન્યરીતે મનોરંજક પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરાય છે.
ગોલમાં સ્કોર કરવો કે રેખાને પ્રથમ ઓળંગવી જેવા શારીરિક પ્રસંગો ઘણીવાર રમત-ગમતના પરિણામ નક્કી કરે છે. આમ છતાં, કેટલીક રમત-ગમતો જેવી કે ડુબકી મારવી, વેશ-પરિધાન તથા ફિગર સ્કેટિંગમાં કૌશલ્યની માત્રાના નિર્ણયને સુનિશ્ચિત માપદંડના આધારે કરાય છે. સૌદર્ય-દેખાવ અને શરીર-બાંધા શો જેવી નિર્ણય કરાતી પ્રવૃત્તિઓ આનાથી વિરુદ્ધમાં જાય છે, જ્યાં કૌશલ્ય દર્શાવાતું નથી અને તેના માપદંડ સુનિશ્ચિત હોતા નથી.
મોટાભાગની રમત-ગમતોમાં ચોક્કસ રેકોર્ડ સૌથી ઊંચી કક્ષાએ જાળવવામાં આવે છે અને અદ્યતન રખાય છે, જ્યારે નિષ્ફળતાઓ અને સિદ્ધિઓની રમત-ગમત સમાચારમાં વ્યાપક પ્રમાણમાં જાહેરાત કરાય છે. રમત-ગમતો મોટાભાગે આનંદ માટે અથવા લોકો સારી શારીરિક સ્થિતિમાં રહેવા વ્યાયામ કરવાનું જરૂરી ગણતા હોવાની એક સાદી હકીકતને કારણે રમાય છે. આમ છતાં વ્યાવસાયિક રમત-ગમત મનોંરજનનું મુખ્ય સાધન છે.
તેઓ હંમેશા સફળ ન થાય તેમ છતાં, રમત-ગમતમાં ભાગ લેનારાઓએ સારી ખેલદિલી, તથા પ્રતિસ્પર્ધકો અને અધિકારીઓ સાથે આદરપૂર્ણ વ્યવહારનાં ધોરણો પ્રદર્શિત કરવાની, અને રમત-ગમત હારે ત્યારે વિજેતાને અભિનંદન આપે તેવી અપેક્ષા રખાય છે.