વિશ્વની અજાયબીઓ
From Wikipedia, the free encyclopedia
વિશ્વની સૌથી ભવ્ય માનવ નિર્મિત ઇમારતો અને કુદરતી વસ્તુઓની યાદી તૈયાર કરવા સદીઓથી વિશ્વની અજાયબીઓની વિવિધ સૂચિનું સંકલન કરવામાં આવે છે.
પૌરાણિક વિશ્વની સાત અજાયબીઓ માનવ સર્જિત પ્રાચીન અવશેષોની પહેલી જાણીતી સૂચિ હતી, તે માર્ગદર્શક પુસ્તકો આધારિત અને પ્રાચિન ગ્રીસના પ્રવાસીઓમાં લોકપ્રિય હતી અને તેમાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં આવેલી કૃતિઓનો જ સમાવેશ થતો હતો. સાતનો આંકડો પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે ગ્રીક લોકો માને છે કે આ આંકડો ચોકસાઇ અને વિપુલતા[1]નું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકારની ઘણી સૂચિ બનાવવામાં આવી હતી, તેમાં મધ્ય વિશ્વ અને આધુનિક વિશ્વનો પણ સમાવેશ થાય છે.