ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી
From Wikipedia, the free encyclopedia
ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી (૭ ફેબ્રુઆરી ૧૮૭૭ – ૧ ડિસેમ્બર ૧૯૪૭) એક નોંધપાત્ર બ્રિટિશ ગણિતજ્ઞ હતા. તેઓ અંકશાસ્ત્ર તથા ગાણિતિક વિશ્લેષણના વિષયમાં કરેલા પ્રદાન માટે જાણીતા છે.
Quick Facts ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી, જન્મ ...
ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી | |
---|---|
જન્મ | ૭ ફેબ્રુઆરી ૧૮૭૭ ક્રેનલેઘ |
મૃત્યુ | ૧ ડિસેમ્બર ૧૯૪૭ Nuffield Health Cambridge Hospital |
અંતિમ સ્થાન | Trinity College Chapel |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | ગણિતશાસ્ત્રી |
સંસ્થા |
|
પુરસ્કારો |
બંધ કરો
ગણિતજ્ઞોના વર્તુળ બહાર તે બે વાતોથી જાણીતા છે:
- A Mathematician's Apology, તેમણે ૧૯૪૦માં લખેલ ગણિતની કલાત્મકતા પરનો નિબંધ (ISBN 0521427061) છે – જે સામાન્ય માણસ માટે એક ગણિતશાસ્ત્રીના મનમાં રસપ્રદ ઝાંકી કરાવે છે.
- તેમનો ૧૯૧૪થી ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે રહેલો એક વાલી તરીકેનો સબંધ, જેમની અસામાન્ય અને જાતે કેળવેલી ગણિત પ્રતિભા હાર્ડીએ તરતજ ઓળખી કાઢી હતી. હાર્ડી અને રામાનુજન કરતાં વધુ ભિન્નતા ધરાવતા બે ગણિતજ્ઞોની કલ્પના કરવી મુશ્કેલ છે. હાર્ડી એક ચોક્કસ અને મહેનતુ નાસ્તિક અને રામાનુજન, એક કલ્પનાશિલ હિંદુ. પણ તે બે ખૂબ ગાઢ મિત્રો બની ગયા. પૉલ અર્ડોસ એક મુલાકાત દરમ્યાન હાર્ડીને પૂછ્યું કે તેમનું ગણિતમાં સૌથી મોટું યોગદાન શું હતું ત્યારે હાર્ડીએ અચકાયા વિના જવાબ આપ્યો કે તેણે કરેલી રામાનુજનની શોધ.