તકાકિ કાજિતા
From Wikipedia, the free encyclopedia
તકાકિ કાજિતા (અંગ્રેજી: Takaaki Kajita; જ. ૯ માર્ચ ૧૯૫૯) જાપાની ભૌતિકવિજ્ઞાની છે. ન્યુટ્રિનો નામનાં મૂળભૂત કણોના એક નવા જ પ્રકારનાં ગુણધર્મની શોધ માટે તેમને ૨૦૧૫નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયેલ છે. આ પરિતોષિક તેમને કૅનેડાના ભૌતિક વિજ્ઞાની આર્થર બી. મેકડોનાલ્ડ સાથે સંયુક્ત રીતે મળ્યું હતું. આ બંને વૈજ્ઞાનિકોએ 'ન્યુટ્રિનો દોલનો' નામની ઘટનાની શોધ કરી અને બતાવ્યું કે ન્યુટ્રિનો નામના મૂળભૂત કણો, કે જે લાંબા સમયથી વજનવિહીન ગણવામાં આવતા હતા તેને વજન હોવું જોઈએ.[1]
Quick Facts તકાકિ કાજિતા, જન્મની વિગત ...
તકાકિ કાજિતા | |
---|---|
梶田 隆章 | |
તકાકિ કાજિતા, સ્ટૉકહોલ્મ ખાતે, ડિસેમ્બર ૨૦૧૫ | |
જન્મની વિગત | (1959-03-09) 9 March 1959 (ઉંમર 65) સાઈતામા, જાપાન |
રાષ્ટ્રીયતા | જાપાની |
શિક્ષણ સંસ્થા | સાઈતામા યુનિવર્સિટી (B.S.) યુનિવર્સિટી ઑફ ટોક્યો (M.S., Ph.D.) |
જીવનસાથી | મિચિકો |
પુરસ્કારો | ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક (૨૦૧૫) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
કાર્ય સંસ્થાઓ | ઈન્સ્ટિટ્યૂટ ફૉર કૉસ્મિક રૅ રિસર્ચ, યુનિવર્સિટી ઑફ ટોક્યો |
ડોક્ટરલ સલાહકાર | માસાતોશી કૉશીબા |
બંધ કરો