દરીયાઈ કાચબો
From Wikipedia, the free encyclopedia
સમુદ્રના ખારા પાણીમાં જોવા મળતા કાચબાને દરીયાઈ કાચબો કહે છે. દરીયાઈ કાચબાની અસાધારણ જીવનશૈલી વન્યજીવના શોખીન થી લઇને જીવવિજ્ઞાનના વ્યાવસાયિકો સુધીના બધાને આકર્ષિત કરે છે. દરીયાઈ કાચબા ફેફસા દ્વારા હવા શ્વસીને જીવતા કરોડરજ્જુ ધરાવતા પ્રાણિઓ છે કે જે પોતાનું પુરુ જીવનચક્ર પાણીમાં વિતાવે છે. ઈંડામાંથી બચ્ચા તરીકે બહાર નિકળી દરીયાકીનારાની રેતીમાંનો પોતાનો માળો છોડ્યા પછી પૃખ્ત બન્યા પછી એ બચ્ચુ જો માદા હોય તો જ ધરતી પર ઇંડા મુકવા પાછી ફરે છે. નર તો મોટેભાગે ક્યારેય ધરતી પર પરત આવતા નથી[3]. મોટાભાગના દરીયાઈ કાચબા પ્રજજન માટે લાંબી મુસાફરી કરતા જોવા મળે છે. લોગરહેડ દરીયાઈ કાચબાતો ૧૨,૦૦૦ કીલોમીટરની મુસાફરી કરતા નોંધાયા છે[3]. માદા સમુદ્રકિનારે ખાડો ગાળીને ઇંડા મુકીને જતી રહે છે અને બચ્ચાની સારસંભાળ લેતી નથી. બચ્ચા પોતાની જાતે જ ઈંડામાંથી બહાર નિકળી પોતાના પરની રેતી ખસેડીને સમુદ્રની તરફ ચાલવા લાગે છે. અને એ બચ્ચુ જો માદા હોય તો ફરી પૃખ્ત બન્યા પછી ફરી એ જ દરીયા કીનારે ઇંડા મુકવા પરત ફરે છે[3]. ગુજરાતના દરીયાકિનારે ઓલિવ રિડલી દરીયાઈ કાચબો અને લીલો દરીયાઈ કાચબો ઇંડા મુકવા માટે આવતા જોવા મળેલ છે.
દરીયાઈ કાચબો | |
---|---|
An olive ridley sea turtle, a species of the sea turtle superfamily | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Order: | Testudines |
Suborder: | Cryptodira |
Superfamily: | Chelonioidea |
Type species | |
Testudo mydas Linnaeus, 1758 | |
Families | |
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[2] | |
Chelonii - Oppel 1811
|