પાક્કિમ હવાઈમથક
From Wikipedia, the free encyclopedia
પાક્કિમ હવાઈમથક (અંગ્રેજી: Pakyong Airport) ભારતના સિક્કિમ રાજ્યની રાજધાની ગંગટોક નજીક આવેલું હવાઈમથક છે.[1] ૪૦૦ હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતું આ હવાઈ મથક, ગંગટોકથી ૩૫ કિલોમીટર દક્ષિણે પાક્કિમ ગામમાં સ્થિત છે.[2] ૪,૫૦૦ ફુટ ઉંચાઈ પર સ્થિત પાક્કિમ હવાઈમથક એ ભારતનું પાંચમું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું હવાઈમથક છે.[3] તે ભારતના ઉત્તર-પૂર્વનું પ્રથમ અને ભારતનું ૧૦૦મું સંચાલિત હવાઈમથક છે, સિક્કિમનું આ એકમાત્ર હવાઈમથક છે.[4][5] [6] પાક્કિમ હવાઈમથક એ વિશ્વનું સૌથી ઉંચું પ્રબલિત માટીનું માળખું છે.[7]
Quick Facts પાક્કિમ હવાઈમથક, સારાંશ ...
પાક્કિમ હવાઈમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
સંચાલક | એ.એ.આઈ. | ||||||||||
વિસ્તાર | ગંગટોક | ||||||||||
સ્થાન | પાક્કિમ, સિક્કિમ, ભારત | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૧,૩૯૯ m / 4,590 ft | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 27°13′40″N 088°35′13″E | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
|
બંધ કરો
આ હવાઈમથક સપ્ટેમ્બર ૨૪,૨૦૧૮ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યુ઼ં છે. ઓક્ટોબર ૨, ૨૦૧૮ના રોજ થી વ્યાવહારિક હવાઈપરિવહનનો આરંભ થશે.[8]