ભરૂચ જિલ્લો
ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે.
Quick Facts ભરૂચ જિલ્લો, દેશ ...
ભરૂચ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | ભરૂચ |
વિસ્તાર | |
• કુલ | ૫,૨૪૬.૮૩ km2 (૨૦૨૫.૮૧ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૫,૫૧,૦૧૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ-16 |
બંધ કરો
ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.