રાજા આર્થર
From Wikipedia, the free encyclopedia
રાજા આર્થર એક મહાન બ્રિટિશ નેતા છે, જેમણે મધ્યકાલિન ઇતિહાસ અને રોમાંસિસ કથાના અનુસાર; છઠ્ઠી શતાબ્દીના પ્રારંભમાં સેક્ષોન આક્રમણકારોના વિરુદ્ધ બ્રિટનની સેનાનું નેતૃત્વ કર્યું હતું. આર્થરની ર્વાતાની વિગતો મુખ્યત્વે લોક-કથાઓ અને સાહિત્યક આવિષ્યકારથી રચાયેલી છે, અને તેમના ઐતિહાસિક અસ્તિત્વને લઈને આધુનિક ઇતિહાસકારો વચ્ચે વિવાદો અને મતભેદઓ થતા આવ્યા છે.[2] આર્થરની અપર્યાપ્ત ઐતિહાસિક ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા માટેની માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી, જેમાં અનાલેસ કેમ્બ્રિ , ધ હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ અને ગિલડાસના લેખોનો સમાવેશ થાય છે. આર્થરનું નામ શરૂઆતના કાવ્ય સ્ત્રોતોમાં પણ છે જેમ કે વાઈ ગોડોડીન .[3]
મહાન આર્થરની આંતરરાષ્ટ્રીય રૂપથી દિલચસ્પ વ્યકિત તરીકેની છબી, મોટા ભાગે મોનમાઉથની જીઓફ્રીની ઉમંગી અને કાલ્પનિક 12મી સદીની હિસ્ટોરીયા રીગમ બ્રિટાનિયા (બ્રિટનના રાજાઓના ઇતિહાસ ) ની પ્રસિદ્ધીના કારણે વિકાસ પામી હતી.[4] જો કે, આનાથી પહેલાના સમયની કેટલીક વેલ્શ અને બ્રેટનની વાર્તાઓ અને કવિતાઓ આર્થરની વાર્તા સાથે સંબંધિત છે; આ લેખોમાં આર્થર કયાં તો માનવીઓ અને અલૌકિક દુશમનોની સામે બ્રિટનની રક્ષા કરવાવાળો એક મહાન યોદ્ધા તરીકે પ્રસ્તુત થયો હતો, અથવા તો પછી લોકકથાઓના જાદુઈ ચિત્ર તરીકે પ્રસ્તુત થયો હતો; કેટલીક વાર વેલ્શ અધરર્વલ્ડ અનવનની સાથે સંકળાયેલ દેખાયો હતો.[5] જેફ્રી હિસ્ટોરીયા ના કેટલા અંશ (1138 માં પૂરાં થયેલ) પહેલાના સ્ત્રોતોમાંથી ગ્રહણ કરાયેલા કે પછી જીઓફ્રીએ પોતે પોતાની રીતે આવિષ્યકાર કરેલા, તે હજી અજ્ઞાત છે.
આર્થરિયન પૌરાણિક કથા વિષયો, ઘટનાઓ અને પાત્રોની દૃષ્ટિએ ભલેને એક પાઠથી બીજા પાઠમાં વ્યાપક રીતે વિવિધતા છે અને તેમનું કોઈ એક પ્રમાણિક સંસ્કરણ પણ નથી, જીઓફ્રીની ઘટનાઓના વર્ણનમાં મોટાભાગે પછીની વાર્તાઓએ આરંભિક બિન્દુ તરીકે કામ કર્યું છે. જીઓફ્રીએ વર્ણન કર્યું છે કે આર્થર એક બ્રિટનના રાજા હતા અને બ્રિટેન, આયરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને ગૌલમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. હકિકતમાં, જીઓફ્રીની હિસ્ટોરીયા માં ઘણા એવા તત્વો અને ઘટનાઓ પ્રસ્તુત થઈ છે કે જે હાલમાં આર્થરિયનની કથાના અભિન્ન અંગ બની ગયા છે, જેમાં આર્થરના પિતા ઉથેર પેંડ્રેગન, જાદુગર મર્લીન, તલવાર એક્સકેલિબર, આર્થરનો ટીન્ટાજેલમાં જન્મ, કામલેન્નમાં મોડ્રેડના વિરુદ્ધનું તેનું અંતિમ યુદ્ધ અને એવલોનમાં અંતિમ દિવસનો સમાવેશ થાય છે. 12મી સદીના ફ્રેન્ચ લેખક ક્રેટિયન દે ટ્રોયસ, જેમણે કથામાં લાન્સલોટ અને હોલી ગ્રેઇલનો ઉમેરો કર્યો, જે પછી આર્થરિયન રોમાંચક કથાની શૌલીનો પ્રારંભ થયો જે મધ્યકાલિનયુગના સાહિત્યનો મહત્વનો વિષય બન્યો. આ ફ્રેન્ચ કથાઓનું, ઘણી વખત ધ્યાન કિંગ આર્થરથી ખસીને બીજા પાત્રો જેમ કે નાઇટ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલ કેન્દ્રીત થઈ જાય છે. આર્થરિયન સાહિત્ય, મધ્યકાલિન યુગમાં ખૂબ સમૃદ્ધ થયો પરંતુ પછી કેટલીએ સદીઓ સુધી તેની પડતી થઇ જ્યાં સુધી 19મી સદીમાં એક મહત્વનું પુનરુત્થાન અનુભવ્યું. 21મી સદીમાં, આ કથાઓને જીવન મળ્યું, અને ફકત વાર્તાઓમાં નહીં પરંતુ થિયેટર, ફિલ્મ, ટીવી, કોમીકસ અને બીજા ઘણા મીડિયાએ તેને ગ્રહણ કર્યું.