વૈશ્વિક ઉષ્ણતાની અસરો
From Wikipedia, the free encyclopedia
ગ્લોબલ વોર્મિંગની અસરો અને આબોહવામાં થતો ફેરફાર પર્યાવરણ અને મનુષ્ય જીવન બંને માટે ચિંતાનો વિષય છે.[1] તાપમાનમાં નોંધાયેલો વધારો, સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થયેલો વધારો અને ઉત્તર ગોળાર્ધમાં બરફ આચ્છાદિત વિસ્તારોમાં નોંધાયેલો ઘટાડો આબોહવામાં થયેલા ફેરફારોના દેખીતા પૂરાવાઓ છે.[2] આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલ મુજબ, 20મી સદીના મધ્ય ભાગથી વૈશ્વિક તાપમાનમાં થયેલા વધારા પાછળનું અત્યંત સંભવિત કારણ ગ્રીનહાઉસ વાયુઓમાં થયેલો નોંધપાત્ર વધારો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે ભવિષ્યમાં આબોહવામાં ફેરફારો જેવાકે ગ્લોબલ વોર્મિંગમાં વધારો (જેમકે, વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારાનું વલણ), સમુદ્ર સપાટીની ઊંચાઇમાં વધારો અને કેટલીક વાતાવરણને લગતી વિકટ ઘટનાઓમાં સતત વધારો થશે. આબોહવામાં થતા ફેરફારો સામે જીવસૃષ્ટિ સલામત નથી. ભવિષ્યના પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સાધવાની મનુષ્ય જાતની ક્ષમતાને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા છે.[3] ભવિષ્યમાં આબોહવામાં થનારા મોટાપાયાના ફેરફારોના જોખમો ઘટાડવા માટે ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન સંબંધિ નીતીઓ ઘડી કાઢી છે અને તેનું અમલીકરણ કરવામાં આવ્યુ છે.