સમોઆ
ઓશનિયા સ્થિત એક દેશ / From Wikipedia, the free encyclopedia
સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, Script error: No such module "IPA". (listen) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.
પંદરમી ડિસેમ્બર, ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સામેલ કરવામાં આવ્યો હતો[1]. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના યુરોપના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા[2].
આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે[3].