દિલ્હી
ભારતની રાજધાની / From Wikipedia, the free encyclopedia
દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લી (હિંદી: दिल्ली,dillī)ના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.[2] એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
દિલ્હી | |||||||||
दिल्ली | |||||||||
— રાજધાની — | |||||||||
From top clockwise: Lotus Temple, Humayun's Tomb, Connaught Place, Akshardham Temple, and India Gate. | |||||||||
Location of Delhi in India | |||||||||
અક્ષાંશ-રેખાંશ | 28°36′36″N 77°13′48″E | ||||||||
દેશ | ભારત | ||||||||
રાજ્ય | દિલ્હી | ||||||||
રાજ્યપાલ | અનિલ બૈજલ | ||||||||
મુખ્યમંત્રી | અરવિંદ કેજરીવાલ | ||||||||
મેયર | રવિન્દર ગુપ્તા | ||||||||
વિધાનમંડળ (બેઠકો) | Unicameral (70) | ||||||||
વસ્તી • ગીચતા |
૧,૨૫,૬૫,૯૦૧[1] (2nd) (2010) • 11,463/km2 (29,689/sq mi) | ||||||||
અધિકૃત ભાષા(ઓ) | હિન્દી (સત્તાવાર) પંજાબી,ઉર્દુ (વધારાની અધિકૃત) |
||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||||
વિસ્તાર • ઉંચાઇ |
1,483 square kilometres (573 sq mi) (2nd) • 239 metres (784 ft)[3] | ||||||||
કોડ
| |||||||||
વેબસાઇટ | delhigovt.nic.in | ||||||||
યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે.[4] દિલ્હી સલ્તનતના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું.[5][6] અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું.[7][8]
18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું.[9] 1947માં જયારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ પણ, નવી દિલ્હીમાં સમવાયી સરકારની ભારતીય સંસદ સહિતની અગત્યની કચેરીઓ આવેલી છે.
આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને શહેરીકરણના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે.[10] આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે.