હિંદુ દેવી દેવતાઓ
હિંદુ ધર્મનાં દેવી-દેવતાઓ / From Wikipedia, the free encyclopedia
હિંદુ ધર્મ ભારતીય ઉપખંડનો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.[1] તેના અનુયાયીઓ ક્રમશ: શિવ, વિષ્ણુ અને દેવીને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.[2]