કચ્છ જિલ્લો
ગુજરાતનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.[2] એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.
Quick Facts કચ્છ જિલ્લો, દેશ ...
કચ્છ જિલ્લો | |
---|---|
કચ્છનું રણ | |
ગુજરાતમાં કચ્છ જિલ્લાનું સ્થાન | |
દેશ | India |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૧૯૬૦ |
મુખ્યમથક | ભુજ |
તાલુકાઓ | ૧૦ |
સરકાર | |
• લોકસભા બેઠકો | કચ્છ (લોક સભા બેઠક) |
• વિધાન સભા બેઠકો | ૬ |
વિસ્તાર | |
• કુલ | ૪૫,૬૭૪ km2 (૧૭૬૩૫ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨૦,૯૨,૩૭૧ |
• ગીચતા | ૪૬/km2 (૧૨૦/sq mi) |
વસ્તી | |
• સાક્ષરતા | 70.59 |
• લિંગ પ્રમાણ | 908 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | ૧ |
વેબસાઇટ | kachchh |
બંધ કરો