કાજોલ
From Wikipedia, the free encyclopedia
કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ: ૫ ઓગસ્ટ ૧૯૭૪), કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે.[1][2]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કાજોલ | |
---|---|
જન્મ | ૫ ઓગસ્ટ ૧૯૭૪ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
જીવન સાથી | અજય દેવગણ |
બાળકો | ન્યસા દેવગણ |
સહી | |
કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. અભિનેતા અજય દેવગણ સાથે કાજોલ ના લગ્ન થયા છે.
કાજોલે ૧૯૯૨ની બેખુદી ફિલ્મથી અભિન્યની શરુઆત કરી હતી. ૧૯૯૩ની બાઝીગર ફિલ્મ સાથે તેને સફળતા મળી હતી. તેણીએ શાહરૂખખાન સાથે જોડી જમાવી હતી. આ જોડીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), કુછ કુછ હોતા હૈ(૧૯૯૮), ક્ભી ખુશી ક્ભી ગમ(૨૦૦૧) અને માઇ નેમ ઇઝ ખાન(૨૦૧૦) જેવી સફળ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. આ ચારેય ફિલ્મોમાં અભિનય માટે કાજોલ ને ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો "ફિલ્મફેર પુરસ્કાર" મળ્યો હતો. કભી ખુશી કભી ગમના નિર્માણ બાદ તેણે ફિલ્મ અભિનયમાંથી પાંચ વર્ષ માટે વિરામ લીધો હતો. તેણે કુણાલ કોહલીની ફના ફિલ્મ સાથે ૨૦૦૬માં અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું, અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો "શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર" મળ્યો હતો. પાંચ વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતીને તે પોતાના મરહૂમ માસી નૂતન સાથે સૌથી વધુ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતવાનો વિક્રમ ધરાવે છે. ૨૦૧૧માં ભારત સરકારે તેણીને ફિલ્મ ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતા.[3]